ગાંધીધામમા જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઈ: 29,680નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન 9-બી ચાર રસ્તા પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, 7-બી ગુરુકુળ પ્લોટ નં.165વાળી ખુલ્લી જગ્યામાં અમુક મહિલાઓ ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતી 4 મહિલાને ઝડપી પાડી 29,680 મુદામાલ કબ્જે કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે 4 મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- પ્રેમિલાબેન અશોકભાઈ આશનાની ઉ.વ. 52 રહે.સિંધુનગર મ.નં.175 આદિપુર
- અમીબેન નારણભાઈ વારોતરા ઉ.વ.50 રહે. પ્રજાપતિ સોસાયટી મ.નં. 401 ભારતનગર ગાંધીધામ
- માપબાઈ કેશવા ચારણ ઉ.વ. 40 રહે. નવી સુંદરપુરી ગાંધીધામ
- શાંતિબેન મણિલાલ સથવારા ઉ.વ.50 રહે. મણીનગર આદિપુર