મુન્દ્રામા ઓનલાઇન રૂપિયા ટ્રાન્સપોર્ટ કરનાર ટ્રાન્સપોર્ટર સાથે 1.60 લાખની ઠગાઇ

મુન્દ્રામાં સાયબર માફિયાઓએ ટ્રાન્સપોર્ટર સાથે 1.60 લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગત મુજબ મુન્દ્રામાં પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઇબ્રાહિમ વોરા ના કર્મચારીને 31/12 ના રોજ એક કોલ આવ્યો અને સામેવાળાએ પોતાની ઓળખ આર્મી ઓફિસમાંથી બોલતો હોવાની આપી તેમને અમદાવાદ આર્મી કોલોનીમાંથી ઘર સમાન ભરી ભુજ ખાલી કરવાનું કહ્યું હતું.

ઓર્ડરના પગલે ઈબ્રાહિમે અમદાવાદ ટ્રક રવાના કર્યા પછી તેને આર્મી કોલોનીમાં પ્રવેશ મળ્યો ન હતો.  ફરી મોબાઈલ કરનારનો સંપર્ક સાધી 12000 રૂ ભાડાની ઉઘરાણી કરતાં સામેથી પોતાના માણસનો નંબર આપી તેનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. જણાવેલ વ્યક્તિનો સંપર્ક કરતા તેણે બારકોડ મોકલાવી ખાતાની ખરાઈ માટે 5 રૂ ટ્રાન્સફર કરવાનું કહી બાદમાં તેના પર ભાડાની રકમ મોકલવી દેશે તેવું જણાવ્યુ હતું.ઇબ્રાહિમે 5 રૂ ટ્રાન્સફર કર્યા બાદ થોડી વારમાં જ ખાતામાંથી મર્યાદા અનુસાર 80000 રૂ ઉપડી ગયા હતા.

જેથી ઠગાઈ કરનાર સાથે બોલચાલ થયા પછી તેણે રકમ પરત મેળવવા ફરી બારકોડ મોકલ્યો હતો. ત્યારે ઇબ્રાહિમે સાવચેતી વર્તવાને બદલે ફરી મિત્ર ના ખાતામાંથી પાંચ રૂ ટ્રાન્જેક્શન કરતાં તેના એકાઉન્ટ માંથી પણ 80000 ઉપડી ગયા પછી બંન્ને સાથે છેતરપિંડીથઈ હોવાનું જણાઈ આવતા  હવે સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સુધી પહોંચ્યો છે.