ભુજમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા

image-6

ભુજ એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભુજના જૂના બસસ્ટેશન પાસે પહોચતા  તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે, સલિમ હુસેન લુહાર તથા અકબર દાઉદ લોઢીયા બંને શખ્સો સાથે મળી જનતાઘર હોટલ પાસે નીલકંઠ ગેસ્ટ હાઉસ સામેના ભાગે રોડ ઉપર જાહેરમાં લોકો પાસેથી રૂપિયા લઈ મોબાઈલ દ્વારા વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યા છે. બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી વરલી મટકાનો જાહેરમાં જુગાર રમતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 610 રોકડા ,2 મોબાઈલ ફોન મળી 1610નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.