ભુજમાં મહિલા સાથે 2,25,000ની છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ
ભુજમાં મહિલા મિત્ર પાસેથી મદદ રૂપે રૂપિયા, દાગીના લીધા બાદ પરત ન કરતાં શખ્સ વિરુદ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં રંજનબેન ચતુરગીરી ગોસ્વામીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ કેટર્સનું કામ કરે છે. આ દરમિયાન તેમની ઇકબાલ સુમાર જત સાથે ઓળખાણ થઈ હતી. આજથી 4 વર્ષ અગાઉ આરોપી ઇકબાલને રૂપિયાની જરૂર હોતા તેને ફરિયાદીએ ટુકડે ટુકડે 85000 રોકડા રૂપિયા આપ્યા હતા. થોડા સમય બાદ આરોપીએ ફરિયાદીને જણાવ્યુ હતું કે તેના પિતાને કેન્સરની બીમારી થઈ ગયેલ હોવાથી તેને રૂપિયાની જરૂર છે જેથી ફરિયાદી વાતોમાં આવી ઈકબાલને દોઢ તોલાની સોનાની કિ.રૂ.45,000ની ચેન આપી દીધેલ હતી. આજથી દોઢ વર્ષ પહેલા ફરિયાદીએ લાઇટ બિલ ભર્યું ન હોવાથી આરોપીએ જી.ઇ.બી.વાળા સાથે સેટિંગ કરવા બાબતે અડધા તોલાની 15,000ની ચેન લીધેલ હતી. ફરીવાર લાઇટ બિલનું સેટિંગ કરાવી દેવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી એક તોલાના સોનાના 30,000ના બૂટિયા લઈ ગયેલ હતો. આશરે દોઢેક મહિના અગાઉ આરોપી ઇકબાલ ફરિયાદીની માલીકીની GJ-12-EG-9393 કિ.50,000ની એક્સિસ મોપેડ કામ અર્થે લઈ ગયેલ હતો જે પાછી આપી ન હતી. આમ આરોપીએ ફરિયાદી સાથે 2,25,000ની છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ ફરિયાદીએ અવાર-નવાર રૂપિયા તથા સોનાના દાગીના અને એક્ટિવા પરત માંગવા છતાં આજદિન સુધી પરત આપ્યા ન હતા. ઉપરાંત ફરિયાદીને ફોન પર ધમકીઓ આપતો હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.