માંડવીમાં બાઈકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ
આ અંગે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અમરનાથ હીરાનાથ નાથબાવાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ તા.1-1-23ના સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં માંડવી બીચ ઉપર આવેલી પોતાની એન્ડીગ્રાફની ક્રિષ્ના શોપિંગ સેન્ટર દુકાન પર પોતાની માલીકીની GJ-12-બીએસ-7335 બાઇક દ્વારા ગયા હતા તે દરમિયાન બાઇક બીચ ઉપર સ્માશન ગેટની સામે, ચાની હોટલ પાસે આવેલ રોડ પર પાર્કિંગમાં રાખેલ હતી. ત્યારબાદ રાત્રિના પાર્ક કરેલ સ્થળ પર બાઇક લેવા જતાં પાર્ક કરેલ બાઇક જોવા મળી ન હતી. ત્યારબાદ આસપાસ કરતાં બાઇક અંગે કોઈ જાણકારી મળી ન હતી. પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.