નવાનગરમાં ગ્રામપંચાયતની પાણીની મોટરનો વાયર ચોરાયો

નવાનગરમાં ગ્રામપંચાયતની મોટરનો કેબલ વાયર ચોરી થઈ જવાની ઘટના નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં કરશનભાઈ જુમાભાઈ સંઘારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ નખત્રાણા ગ્રામપંચાયતમાં નવાનગરમાં પાણી છોડવાની ફરજ પર છે. તા.30-12-22ના રાબેતા મુજબ સવારના છ વાગ્યાના અરસામાં નખત્રાણા મધ્યે આવેલ નવાનગરની બાજુમાં એકતાનગર પાસે નખત્રાણા ગ્રામપંચાયતનો પાણીની મોટર દ્વારા ગામમાં પાણી છોડવા માટે ગયા હતા. ત્યારબાદ ગામમાં પાણી ન આવતા આ અંગે તપાસ કરતાં ઓરડીમાં રહેલ 80 ફૂટ 16 એમ.એમ.નો કિ.રૂ.4000નો કેબલ વાયર કપાયેલ નજરે પડ્યો હતો. આ ઘટના 29-12ના રાત્રિના 8 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યાના અરસામાં થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.