ગાંધીધામમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા:43,700નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી સુંદરપુરી પાણીના ટાંકા પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નવી સુંદરપુરી શિવ મંદિરની પાછળના ભાગે જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળ દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી 13400 રૂપિયા રોકડા તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.30,300 મળી કુલ.કિ.રૂ.43,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- લાલજીભાઈ ભચુભાઈ સવાણી ઉ.વ.46 રહે, નવી સુંદરપુરી શિવ મંદિરની બાજુમાં ગાંધીધામ
- સુરેશભાઈ ગેલાભાઈ સથવારા ઉ.વ.36 રહે. નવી સુંદરપુરી શિવ મંદિરની બાજુમાં ગાંધીધામ
- દેવાભાઈ ગોકળભાઈ ભરવાડ ઉ.વ.58 રહે. નવી સુંદરપુરી ભરવાડવાસ ગાંધીધામ
- જેઠાલાલ બીજલભાઈ સથવારા ઉ.વ.56 રહે, સેક-5 ગણેશ મંદિરની બાજુમાં ગાંધીધામ