તુણા સી બ્રીજ પાસે એક્ટિવા સ્લીપ થતાં એક્ટિવા ચાલકનું મોત નીપજયું

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર તા.19-12-22ના તુણા સી બ્રીજ પાસે એક્ટિવા સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો. જીજે-12-BP-7424ના એક્ટિવા ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે ચલાવતા એક્ટિવા સ્લીપ થઈ જતાં  રોડ પર પટકાઈ ગયો હતો. ચાલકને માથાના ભાગે લોહી નીકળતું હોઈ તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે ડિવાઈન હોસ્પિટલ આદિપુર અને ત્યાથી વધુ સારવાર અર્થે ભુજ ડિવાઈન લાઈફ હોસ્પિટલ ભુજ મધ્યે ખસેડાયો હતો. જ્યાં ચાલક કરીમ આમદભાઈ સુમારભાઈ સોઢાનું મોત નીપજયું હતું.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.