માંડવીના પિપરીમાં 1,65,000ની ચોરી કરાઈ

માંડવી તાલુકાના પિપરી ગામમાં ચોરી થઈ હોવાની ઘટના કોઠારા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં દીપકભાઈ દેવજીભાઇ સંગારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીને રૂપિયાની જરૂરિયાત હોતા તેમણે અગાઉ પોતાના ઘરની તિજોરીમાં રાખેલ રૂપિયા લેવા જતા ખાનામાં રૂપિયા જોવા મળ્યા ન હતા.તેમણે પોતાના પરિવારને આ રૂપિયા અંગે પૂછતા કોઈ જાણકારી મળી ન હતી. ત્યારબાદ ઘરની તિજોરીમાં તપાસ કરતા ફરિયાદીના પત્નીના સોનાનું મંગલસૂત્ર કિ.રૂ.105000, બે સોનાના કાપ કિ.રૂ.30000, સોનાની કાનમાં પહેરવાની સેર કિ.રૂ.20000ના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા 10000 તિજોરીમાં જોવા મળ્યા ન હતા.એમ મળી કુલ કિમત.રૂ.1,65,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.આ ચોરીની ઘટના તા.1-1થી 8-1સુધી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.