અંજારમાં સેંટિંગ કામની લોખંડની 12,700ની પ્લેટો ચોરાઇ
copy image
અંજારમાં લોખંડની સેંટિગ કામની લોખંડની પ્લેટો કોઈક ચોરે ચોરી લીધી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં હશમુખભાઈ રામજીભાઈ સોરઠીયાએ જણાવ્યુ હતું કે, તેઓ સેટિંગકામ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં ઓમ એંજિનિયરિંગમા અને ટ્રાન્સપોર્ટનગર જી.આઈ.ડી.સી. મોબાઈલ ટાવરની બાજુમાં અંજાર ખાતે કામ ચાલુ છે. તા.10-1ના સાંજના આશરે છએક વાગ્યાના અરસામાં કામ પૂરું કરી તમામ સામાન એક રૂમમાં બંધ કરી આડાશ મૂકી બંધ કરી ગયા હતા. બીજા દિવસે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં જોતાં લોખંડની પ્લેટો જોવા મળી ન હતી. તપાસ કરતાં 12,700નો સામાન ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.