કંડલા સેઝ ગાંધીધામમાં કંપનીની દીવાલ કૂદી ચોરે ઈથેનોલ બનાવવાના લોખંડના સ્પેરપાર્ટ્સની તસ્કરીને અંજામ આપ્યો

copy image

કંડલા સેઝ ગાંધીધામમાં ચોરે કંપનીની દીવાલ કૂદી રાત્રિ દરમિયાન ઈથેનોલ બનાવવાના 10,000ના સ્પેરપાર્ટ્સ ચોરી ગયું હોવાની ઘટના ગાંધીધામ બી ડિવિઝન મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં ચન્દ્રપરકાશ બ્રિગુનાથ પાંડેએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં એડમિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે. તા. 9-1ના સવારે રાબેતા મુજબ ફરિયાદી કંપનીમાં ફરજ પર પહોચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે કંપનીના કમ્પાઉન્ડમાં બે વનમાં રાખેલ ઈથેનોલ બનાવવાના મશીનના જૂના લોખંડના સ્પેરપાર્ટ્સ ચોરી થયેલ છે. આ અંગે તેઓએ કંપનીના સ્પેરપાર્ટ્સ રાખેલ હતા તે જગ્યાએ જઈ તપાસ કરતાં જુના સ્પેરપાર્ટ્સ નજરે પડ્યા ન હતા. ચોરે પ્રાજ કંપનીની દિવાલ કૂદી 10,000ની ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટના તા.8-1ના રાત્રિના 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.