ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરાર નાસત્તા ફરતા આરોપીને ભાણવડ તાલુકાના કલ્યાણપર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોય જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન પોલીસ સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ,સલીમભાઇ નોયડા,ભરતભાઇ ડાંગર,કાસમભાઇ બ્લોચને મળેલ બાતમી મળેલ કે પશ્ચિમ કચ્છ ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી નવલસિંહ મોતીલાલ મેડા રહેવાસી-ગુલબાર તા.ગરબાડા જી.દાહોદ વાળો કલ્યાણપર ગામે વાડી વિસ્તારમા આવેલ છે જેથી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામ વાડી વિસ્તારમા તપાસ કરતા આરોપી નવલસિંહ ઉર્ફે નયલાભાઇ મોતીલાલ મેડા ઉ.વ.-૪૦ ધંધો-ખેતમજુરી રહે-ગુલબાર ગામ તા.ગરબાડા જી.દાહોદવાળો મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ભુજ સીટી એ પોલીસ સ્ટેશન જાણ કરી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.