ભુજ નવા બસ-સ્ટેશનમા પાર્ક કરેલ એક્ટિવા ચોરાઇ

copy image

ભુજમાં નવા બસ-સ્ટેશનમાં જાહેર જગ્યા પર પાર્ક કરેલ એક્ટિવા ચોરી થઈ હોવાની ઘટના ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં રાજ અતુલ શાહે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.9-1ના સવારના આઠ વાગ્યાના અરશામાં ફરિયાદીને માંડવી જવાનું હોઈ પોતાની માલીકીની GJ-12-CK-2727 એક્ટિવા પાર્ક કરી માંડવી જવા નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રિના સાડા નવેક વાગ્યે ભુજ પરત ફરી એક્ટિવા લેવા જતાં પાર્ક કરેલ સ્થળ પર એક્ટિવા જોવા મળ્યું ન હતું. ત્યારબાદ આસપાસ એક્ટિવાની શોધખોળ કરતાં ક્યાય મળી આવી ન હતી.પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.