ગઢસીસા માંડવી રોડ પર રાહદારીને બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગઢસીશા માંડવી રોડ પર વાસાણી હાર્ડવેરની સામે ચાલીને જઈ રહેલા પદમસિંહ પ્રેમસંગજી સોઢાને GJ-12EL-2941ના બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના તા. 11-1ના સવારના સાડા આઠ વાગ્યા દરમિયાન બની હતી. રાહદારીને માથાના ભાગે ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે લેવા પટેલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે પદમસિંહને માથાના ભાગે હેમરેજ તથા ફેકચર જેવી ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. ગઢસીસા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.