ભોજાય ગામની સીમમાથી રૂ. 1,25,000ના ઈલેક્ટ્રીક એલ્યુમિનિયમ વીજતારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
copy image
શ્રી સમર્થ ઇલેક્ટ્રીક પ્રા.લિમિટેડ કંપનીની ભોજાય ગામની સીમમાં આવેલ વીજલાઇનનો ઇલેક્ટ્રીક એલ્યુમિનિયમ વીજતારની ચોરી થઈ હોવાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં રણજીત કુમાર ધરમનાથ રાયે ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ શ્રી સમર્થ ઇલેક્ટ્રીક પ્રા.લિમિટેડ કંપનીમાં આસીસટન્ટ સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.7-1ના ફરિયાદીને બપોરના બે વાગ્યાના અરશામાં કંપનીના સાઈડ ઇન્ચાર્જ સુભાસકુમાર રઘુવીર પ્રસાદ છીપાએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, ભોજાય ગામની સીમમાં આવેલ કંપનીની 33 કેવી વીજલાઈનના 09 થાંભલા પર ચડાવેલ ઇલેક્ટ્રીક એલ્યુમિનિયમ વીજતાર વાયરની ચોરી થઈ ગયેલ છે. ફરિયાદીએ ઘટના સ્થળે જઈ તપાસ કરતાં આશરે સવા એક કિલોમીટર જેની કિ.રૂ.1,25,000ના વાયરની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.આ ચોરીની ઘટના તા.6-1ના રાત્રિના 8 વાગ્યાથી 7-1ના સવારના 9 વાગ્યાના અરશામાં બની હતી. ગઢસીશા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.