મુન્દ્રા પોલીસે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપ્યા: 36,870નો મુદ્દામાલ જપ્ત

મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શક્તિનગર નજીક આવેલ ભારત પેટ્રોલિયમ પાસે આવતા તેમને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી હતી કે, શક્તિનગર પાસે લક્ષ્મી રેસિડેન્સીની પાછળ રામલાલ લેબર કોલોનીમાં આવેલ ઓરડીની પાછળ જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 આરોપીઓ પાસેથી 11,870 રૂપિયા રોકડા, 5 મોબાઈલ ફોન કિ.રૂ. 25,000 મળી કુલ કિ.રૂ. 36,870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. રાહુલ રામાશરી પ્રજાપતિ ઉ.વ.19, રહે, શક્તિનગર પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ આવેલ રામલાલ લેબર કોલોની
  2. અરવિંદસિંગ ઓમકારસિંગ યાદવ ઉ.વ.22 રહે,  શક્તિનગર પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ આવેલ રામલાલ લેબર કોલોની
  3. પુનિત દયાશંકર પાંડે ઉ.વ.26 રહે, શક્તિનગર પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ આવેલ રામલાલ લેબર કોલોની
  4. આશીષકુમાર અજબસિંહ ભાસ્કર ઉ.વ.21 રહે, શક્તિનગર પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ આવેલ રામલાલ લેબર કોલોની
  5. રોહિતકુમાર રામાસરે પ્રજાપત ઉ.વ.22 રહે, શક્તિનગર પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ આવેલ રામલાલ લેબર કોલોની