મોટી રેલડી ગામમાં આવેલ વાડીમાથી રોકડા રૂપિયા તેમજ દાગીનાની તસ્કરી

મોટી રેલડી ગામની વાડીના રૂમના દરવાજાનું તાળું તોળી ચોર અંદર પ્રવેશી રોકડા રૂપિયા તેમજ સોનાની ચેન અને વિટી મળી 46,700ની ચોરીને અંજામ આપી નાસી ગયો હોવાની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં નાનજીભાઈ શીવદાસભાઈ પટેલે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમની વડીલો પાર્જત 85 એકર જેટલી જમીન મોટી રેલડી ગામે આકાશવાણી ફાટક પાસે આવેલ છે.તેઓ તા.7-1ના બપોરના પોતાની વાડીએ ગયેલ હતા. ખેતરના કામ અર્થે ખેડ કરવાના કપડાં પહેરી તેઓ  4700 રોકડા રૂપિયા તેમજ સોનાની ચેન અને વિટી ઉતારી દીવાલ પર લટકતા બીજા કપડામાં મૂકીને ગયા હતા. ખેડ કરી સાડા પાંચ વાગ્યે રૂમ પર પરત ફરતા રૂમનું તાળું તૂટેલી હાલતમાં નજરે પડ્યું હતું. તેઓએ અંદર જઈ રૂમમાં રાખેલ કપડામાં તપાસ કરતાં 4700 રોકડા રૂપિયા, સોનાની ચેન કિ.રૂ. 30,000 તથા  વિટી કિ.રૂ.12,000 મળી કુલ.કિ.રૂ. 46,700ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.