અંજાર પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો: 8,900નો મુદ્દામાલ જપ્ત
અંજાર પોલીસ પેટ્રોલિગમાં હતી તે દરમિયાન હનુમાન ટેકરી વિજયનગર આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અનાદિના મંદિરની બાજુમાં હનુમાન ટેકરી વિજયનગરમાં રહેતો ચેતન હર્ષ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનું વિદેશીદારૂનો વેપલો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી હાજર મળી આવેલા આરોપી ચેતન રાજેશભાઈ હર્ષની અટકાયત કરી હતી. પોલીસે આરોપીના મકાનની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો કિમત.રૂ. 3900 તેમજ એક મોબાઈલ ફોન કિ.રૂ. 5000 મળી કુલ કિ.રૂ. 8900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલ આરોપીની દારૂ અંગે પૂછપરછ કરતાં આ દારૂ બે દિવસ અગાઉ અંજારમાં રહેતા દિવ્ય રાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા કિશન ઉર્ફે કાનો અજયભાઇ જોષી આપી ગયા હોવાનું જાણાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલામ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.