જામ પંચ બી ડીવી પો.સ્ટે ના બન્ને આરોપીઓને ચોરીમા ગયેલ તમામ મુદામાલ ડીજીટલ લોકર કિ.રૂ ૫૦૦/ તથા રોકડા રૂપીયા ૧,૩૩,૦૦૦/ મળી કુલ મુદામાલ ૧,૩૩,૫૦૦/ નો સો ટકા મુદામાલ રીકવર કરી બન્ને આરોપીઓને પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ જામનગર

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વીભાગ રાજકોટ નાઓએ જામનગર જીલ્લા મા દાખલ થયેલ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી ફરિયાદીને તાત્કાલીક પરત અપાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા મા દાખલ થયેલ ચોરીના ગુન્હા તાત્કાલીક શોધી કાઢી આરોપી પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલ રિકવર કરી ફરિયાદીને તાત્કાલીક પરત અપાવવા સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી. વાઘેલા સાહેબ જામ ગ્રામ્ય વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એમ.આર.રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જામ પંચ.બી.ડીવી.પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એમ.એ.મોરી સાહેબ ની રાહબરી હેઠળ જામ પંચ બી ડીવી પો.સ્ટે નો સ્ટાફ જામ પંચ બી ડીવી પો.સ્ટેમા દાખલ ના કામેના ગુન્હાના આરોપીઓને પકડી
પાડવા તેમજ ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરવા અંગે ખાનગી બાતમીદારોના સોર્સ મેળવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશન ના પો.હેડકોન્સ નિર્મળસિંહ બી જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ સુમિતભાઇ શિયાર નાઓને મળેલ હકીકત આધારે નાઘેડી પાટીયા પાસેથી બન્ને આરોપીઓને પકડી પાડી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરી આગળ ની કાર્યવાહી પો.હેડકોન્સ એસ.એસ.જાડેજા નાઓએ કરેલ છે.
(૧) પકડાયેલ આરોપી.
(૧) યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ
( ૨ ) ગોવિંદસીંગ લાડુસીંગ રાવત (૨) ચોરી થયેલ મુદામાલ-
(૧) એક ડીજીટલ લોકર તથા
(૨) રોકડા રૂપીયા ૧,૩૩,૦૦૦

(૩) રીકવર થયેલ મુદામાલ-
(૧) એક ડીજીટલ લોકર કિ. રૂ ૫૦૦/ તથા
(૨) રોકડા રૂપીયા 1,33,000/

આ કાર્યવાહી પો.સબ ઇન્સ.શ્રી એમ,એ,મોરી સાહેબ તથા પો.હેડકોન્સ નિર્મળસિંહ બી જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા તથા અજયસિંહ જાડેજા તથા શૈલેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ સુમિતભાઇ શિયાર તથા મયુરસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજા તથા ચિરાગભાઇ વિંઝુડા તથા કનુભાઈ નાઓ દ્વારા કરવામાં આવેલ.