હોડકો ગામ નજીક વેગેનરે 2 રિક્ષાને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો
આ અંગે મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.15-1ના બપોરના આશરે ત્રણેક વાગ્યે હોડકો ગામ પાસે સર્જાયો હતો. ભિરંડિયારા બાજુથી આવતી GH-03-CR-2034 વેગેનર ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી GJ-09-AV-૬૨૧૮ના રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષા ચાલક દામજીભાઈ રામજીભાઈ મહેશ્વરીને ડાબા જડબામાં તથા માથાના કપાળના ભાગે તથા શરીરે સામાન્ય ઈજાઓ પહોચી હતી. જ્યારે વેગેનરે બીજી એક GJ-૧૨-BU-6177 રિક્ષાને ટક્કરે લેતા રિક્ષા ચાલક દિલીપકુમારને જમણા ખભા ઉપર પાસણીમાં ડાબા પગે ફેકચર તથા માથા ઉપર જમણી આંખ બાજુમાં સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે રિક્ષા સવાર નયનાબેનને ડાબા હાથે ફેકચર તથા શરીરે મૂઢ ઈજા પહોચી હતી. જ્યારે રીંકલબેનને જમણા હાથ પગમાં ફેકચર તથા માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોચી હતી. પરેશભાઈને ડાબા હાથમાં પગમાં ફેકચર તથા અક્ષયને અને ભવ્યને સામાન્ય ઈજાઓ પહોચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ખાવડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.