કુકમમાં જુગાર રમતા 8 જુગારીઓ પાંજરે પુરાયા
પધ્ધર પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કુકમા નવાવાસમાં રહેતો સલેમાન હાજી સન્નાપોતાના રહેણાક મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા 8 શખ્સો ગોળ કુંડાળું કરી ધાણીપાસા વડે જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી રોકડા રૂપિયા 5,200, 7 મોબાઈલ ફોન કિ.રૂ.18,500, એક બાઈક કિ.રૂ. 25,000 મળી કુલ કિ.રૂ. 98,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 8 જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- સલેમાન હાજી સન્ના ઉ.વ.43 રહે, નવાવાસ કુકમા
- અસલમ લતીફ ગગડા ઉ.વ.23 રહે, કાળીતલાવડી
- તોફીક મુસા જત ઉ.વ.26 રહે, લાખોદ
- સીધીક ઈસ્માઈલ બાફણ ઉ.વ. 52 રહે, કાળીતલાવડી
- અકબર ઇબ્રાહીમ કુરેશી ઉ.વ.40 રહે, નવાવાસ કુકમા
- સુલેમાન હુશેન સુમરા ઉ.વ.59 રહે, નવાવાસ કુકમા
- કમલેશ શાંતીલાલ જોષી ઉ.વ.47 રહે, પાધેડા વિસ્તાર કુકમા
- સુલેમાન ઈસ્માઈલ કુંભાર, ઉ.વ. 43 રહે, નવાવાસ કુકમા