આદિપુરમાં તોલાણી કોલેજની બહાર પાર્ક કરેલ એક્ટિવા ચોરાઈ
આદિપુરમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાઈન્સ કોલેજની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટિવાની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં દેવદાનભાઈ ભીમાભાઈ મરંડે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, GJ-12-EK-2055 એક્ટિવા તેમની દીકરી દિયા જે આદિપુર મધ્યે કોલેજ જવા માટે ઉપયોગમાં લે છે. તા-11-1ના તેમની દીકરી આશરે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં કોલેજની બહાર પાર્કિંગમાં પાર્ક કરી કોલેજમાં ગયેલ હતી. ત્યારબાદ કોલેજ પૂરી કરી એક્ટિવા લેવા પાર્કિંગમાં આવતા પાર્ક કરેલ એક્ટિવા જોવા ન મળતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યુ હતું. પોલીસે અજાણ્યા બાઈક ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.