ભીરંડિયારા ટોલનાકા પાસે કોઈ વાહને ભેસને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: 2ના મોત, 2 ઘાયલ
ભીરંડિયારાથી ખાવડા જતાં રોડ પર આવેલ ભીરંડિયારા ટોલનાકા પાસે આવેલ આંટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ચાર ભેંસને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 ભેંસને ઇજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું, જ્યારે 2 ભેસને ઇજાઓ પહોચી હતી.
આ અંગે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મીરમામદ રહીમ રાયશીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગઇકાલે રાત્રિના તેઓ પોતાના ઘરે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ભત્રીજાનો ફોન આવેલ અને તેમણે ફરિયાદીને જણાવ્યુ હતું કે ચરાણ માટે મૂકેલી ભેસોને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જેલ છે. અને આ અકસ્માત સર્જી વાહાન ચાલક નાસી ગયેલ છે. તેથી ફરિયાદીએ ઘટના સ્થળે જઈ તપાસ કરતાં 3 ભેંસ રોડ પર તો એક ભેસ રોડથી નીચે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હતી. જેમાની 2 ભેસનું મોત નીપજયું હતું તો બેને પગના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી. જેથી ફરિયાદીને 1,50,000નું નુકશાન થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.