ભુજમાં તીનપત્તીનો જુગાર રમતી 3 મહિલા ઝડપાઇ: 18500નો મુદ્દામાલ જપ્ત

ભુજ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી જુગાર રમતી 3 મહિલાઓને ઝડપી પાડી હતી. ભુજ બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ભુજીયા રીંગરોડ પાસે કેમ્પ એરીયામાં પીરવાળી શેરીમાં આવેલ કુલ્સુમ ઇબ્રાહિમ સમેજા મકાનના ખુલ્લા આંગણામાં અમુક મહિલાઓ સાથે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે ત્રણ મહિલા પાસેથી 18500 રોકડા કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. કુલ્સુમ ઈબ્રાહિમ સમેજા ઉ.વ.60 રહે. પીરવાળી શેરી, કેમ્પ એરીયા, ભુજીયા રીંગરોડ પાસે, ભુજ
  2. અફસાના અલ્તાફ ભાટીયા ઉ.વ.22 રહે. ગળા પાટીયા ભુડીયા હોટલ પાસે, ભુજોડી  
  3. સકીના આમીન હિંગોરજા ઉ.વ.35 રહે. ગ્રીનસીટી, માધાપર