ખેડોઈ બ્રીજ પાસે બ્રેક ડાઉન પડેલ ટ્રેલરમાં અન્ય ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો

આ અંગે અંજાર પોલીસના સત્તાવાર સાધનોમાથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ,આ અકસ્માત ગઈ કાલે સવારે આશરે સાડા પાંચેક વાગ્યા દરમિયાન સર્જાયો હતો. GJ-12-BW-7874ના ટ્રેલર ચાલક સંતોષ કુમાર ભારતી તથા કંડકટર ઈન્દ્રદેવ કુમાર રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં મુંદ્રાથી પેપર ભરી મોરબી જઈ રહ્યા હતા. તે દરમિયાન ખેડોઈ ગામના બ્રીજ પાસે પહોચતા સવારના ધુમ્મસના કારણે બ્રેક ડાઉન પડેલ ટ્રેલર નજરે ન પડતાં પોતાના કબજાનું ટ્રેલર સામે ઉભેલા  ટ્રેલરના પાછળના ભાગે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં ટ્રેલર ચાલક તથા સવાર બંનેને પગના ભાગે ઇજાઓ પહોચતા લીલાવતી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને પગમાં ફેકચર થયું હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.