ગાંધીધામમાં યુવક પાસેથી 2 શખ્સોએ છરીની અણીએ મોબાઈલ તથા રોકડની લુંટ ચલાવી

ગાંધીધામના યુવકને છરી બતાવી માથાના ભાગે છરી મારવાનો પ્રયત્ન કરી રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ ચલાવનાર 2 લુંટારુ વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ભારતનગર ગાંધીધામમાં રહેતા જીગ્નેશભાઈ મહેશભાઈ તપોધને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.26-2ના રાત્રીના આશરે સાડા  બાર વાગ્યાના અરશામાં તેઓ અમદાવાદથી ગાંધીધામ બસમાથી ઈફ્કો રોડ પર ઉતરી ભારત નગર તરફ સ્ટર્લિંગ હોસ્પિટલવાળા રોડ પરથી પગપાળા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પોણા એકાદ વાગ્યાના અરશામાં સ્ટર્લિંગ હોસ્પિટલથી થોડે દુર રોડ પર પહોચ્યા ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવેલ. અને તેમાના એક શખ્સે ફરિયાદીને છરી બતાવી કહેલ કે, તારી પાસે જે કઈ છે તે આપી દે. ફરિયાદીએ આનાકાની કરતાં છરી ધરાવનાર શખ્સે ફરિયાદીને માથાના ભાગે છરી મારવાનો પ્રયાશ કરેલ પરંતુ તેઓ ખસી જતાં તેમને કોઈ ઇજા થઈ ન હતી. બીજા શખ્સે ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 1700 તથા મોબાઈલ ફોન કી.રૂ.10,000નો ઝૂંટવી લઈ ગલીઓમાં નાસી ગયા હતા. પોલીસે 2 અજાણ્યા લુંટારુ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.