ભચાઉના શિકરા ગામની વાડીમાથી 648 બોટલ શરાબનો જથ્થો ઝડપાયો

ભચાઉ પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી 2,43,000 નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ભચાઉ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ગુણાતીપુર ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શીકરા ગામની ધ્રાગા વાડી વિસ્તારમાં વશરામ ખોડાભાઈ ચામરીયાની વાડી તેમણે સુખડી પેટે માધવ હરિભાઈ કોલીને આપેલ છે. અને તેણે રવિરાજસિંહ લાલુભા જાડેજા સાથે મળી આ વાડીમાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી જમીનમાં સંતાડેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી માધવ હરિભાઈ કોલીને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 648 બોટલ 2,43,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2,43,000નો શરબનો જથ્થો 1 મોબાઈલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.2,53,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપી માધવ હરિભાઈ કોલીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂ અઠવાડીયા અગાઉ રવિરાજસિંહ લાલુભા જાડેજા રાખી ગયેલ હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કો.રવિરાજસિંહ પરમાર તથા બળભદ્રસિંહ જાડેજા તથા ઈકબાલખાન નાગોરી તથા પો.કો.ઈશ્વરભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ.બળદેવસિંહ બચુભા જાડેજા સહિતના જોડાયા હતા.