માંડવી પોલીસે 5 જુગારીઓને ઝડપ્યા:42,450નો મુદ્દામાલ જપ્ત
માંડવી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દરોડો પાડી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી 42,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અનંત દ્વાર પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયા કિનારે પવનચક્કી બાજુ બાવળોની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ધાણી પાસા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી બેટરીના લાઈટના અજવાળે જુગાર રમતા 5 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 19950, 5 મોબાઈલ ફોન કિ.રૂ.20,000 તથા બેટરી કિ.રૂ.2500 મળી કુલ કિ.રૂ.42450નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- અલી અલ્ના બ્લોચ ઉ.વ.56 રહે. સીવીલ હોસ્પિટલની પાસે માંડવી
- અલ્તાફ ગનીભાઈ રાયમા ઉ.વ.31 રહે. જતનગર માંડવી
- સલિમ ઉમર આગરીયા ઉ.વ.48 રહે, તબેલા ફળિયું માંડવી
- મામદ અબ્દુલ મિયાણા ઉ.વ.42 રહે, ગોકુળ રંગભવન પાસે માંડવી
- શોકત અબ્દુલકરીમ રાઠોડ ઉ.વ.42 રહે, સોનાવાળા નાકા પાસે માંડવી