ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાથી શરબના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો: 31,250નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી રહેણાંક મકાનમાં દરોડો પાડી 26,250ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામ પી.એસ.એલ ઝૂપડા ગલી નં.3 માં રહેતો સોનુ વિજય રામ રહેણાંક ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી સોનુ વિજય રામને પકડી પાડ્યો હતો. પોલીસે રહેણાંક ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બોટલ કી.રૂ.26,250નો શરાબ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથીદારૂનો જથ્થો, 1 મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ.31,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂ કાર્ગો પી.એસ.એલ આંબેડકરનગર માં રહેતો ધીરજ મથુરારાય યાદવ ત્રણેક દિવસ પહેલા રાત્રિના એક્ટિવા દ્વારા આપી ગયેલ હોવાની કેફિયત આપી હતી. દરોડા દરમિયાન આરોપી ધીરજ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ.તનેરાજસિંહ ચૌહાણ, ભરતકુમાર ભાટી, પ્રવિણસિંહ જાડેજા પો.હેડ.કોણ.નરેન્દ્રસિંહ ચુડાસમા, પો.કોન્સ.પ્રદીપસિંહ ઝાલા, રવિભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.