અંજાર પોલીસે મેઘપર બોરીચીના રહેણાંક મકાનમાથી શરાબના જથ્થા સાથે એકને ઝડપ્યો

download (5)

અંજાર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 24 કિ.રૂ.9100 તથા બિયરના ટીન નંગ 35 કિ.રૂ.3500 મળી 12600ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

અંજાર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, પારસનગર કુંભારડી મેઘપર વાળા દેવ શ્યામ સિંધીએ મેઘપર બોરીચીમાં રહેતા આનંદ શિવજીભાઈ સંઘારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આનંદ ઉર્ફે લાલો શિવજીભાઈ સંઘારને ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતા બાથરૂમમાં ચાદરની આડમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપી દેવ સિંધી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી પાસેથી 12,600નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.