પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
ભચાઉ પોલીસે કાર્યવાહી કરી દરોડા કરમિયાન 26,700નો શરાબ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.
પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નવી ભચાઉના સરસ્વતી સોસાયટી, શાળા નં.8ના પાછળના ભાગે આવેલ મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે પતરાની ઓરડીની સામે ખુલ્લી જગ્યામાં પાવડા તથા હાથથી તપાસ કરતાં જમીન અંદરથી બે લોખંડના પીપમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની કાચની અલગ અલગ બોટલો મળી આવી હતી. પોલીસે 750 મીલીની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ નંગ 26 બોટલ કિ.રૂ.26,700નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.