સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ભોગ બનનાર અરજદારના રૂપિયા પરત મેળવી આપ્યા

શ્રી જે.આર.મોથાલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેંજ, ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,

પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એન.ચુડાસમા સાહેબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન રાયમલભાઇ રાઠોડનાઓ દ્વારા લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ક્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ-કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

જેમાં અરજદારશ્રી સંદીપ દેવજીભાઇ ભાનુશાલી રહે.માધાપર ભુજ-કચ્છવાળા સાથે થયેલ ફોડની પૂરેપુરી રકમ પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીએ એક વેબસાઇટ પરથી ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી કરેલ અને તેનું પેમેન્ટ કરવા ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ ભરેલ બાદ થોડીવારમાં અરજદારશ્રીના એક્સિસ બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી રૂા. ૧,૧૪,૦૦૦/- સામેવાળાએ ઉપાડી અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન કરેલ. જે બનાવમાં અરજદારશ્રી દ્વારા તાત્કાલીક સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ગયેલ પૂરેપુરી રકમ રૂા. ૧,૧૪,૦૦૦/- અરજદારશ્રીના અકાઉન્ટમા પરત મેળવી આપેલ છે.

સાવચેતી

કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટ/એપ્લિકેશનની ખરાઇ કરીને જ ખરીદી કરવી.

કોઇપણ બેંક/મોબાઇલ કંપની માથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહી

– કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમા કોઇપણ એપ્લીકેશન (ઉ.દા.Team Viewer, Any Desk) ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી નહીં.

અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહીં. સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી.

અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી. લોન/લોટરીના નામે આવતા અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવું.

જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી

ભોગબનનારે કરવાની કાર્યવાહી

* તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણવિગતો આપવી.