મામાની હોટલે મદદ કરવા ગયેલ યુવકનો છકડો ચોરાયો…
આ અંગે સુરલભીટમાં રહેતા રફીક ઉમર પીંજારાએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, હાજીપીરનો મેડો ચાલુ હોવાથી તેઓ તા.5-3ના તેમના મામાને હોટલ બિસ્મીલ્લાહ લોજમાં કામમાં મદદ કરાવવા માટે ગયા હતા. તે દરમિયાન રાત્રે આગિયારેક વાગ્યા સુધી હોટલમાં કામ કરી GJ-12-AZ-4150 છકડો બિસ્મીલ્લાહ લોજની સામે પાર્ક કરી સૂઈ ગયા હતા. સવારે આઠેક વાગ્યાના અરસામાં લોજની બહાર આવી જોતાં છકડો જોવા મળ્યો ન હતો. ત્યારબાદ આસપાસ તપાસ કરતાં છકડા અંગે કોઈ જાણકારી ન મળતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના તા.5-3ના રાત્રિના 11 વાગ્યા થી તા.6-3ના સવારે 8 વાગ્યા દરમિયાન બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.