ટ્રેલર ચાલકે બાઈકને પાછળથી ઠોકરે લેતા અકસ્માત સર્જાયો: એકનું મોત
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ન્યુ પોર્ટ રોડ ઉપર લેન્ડ માર્ક એમ.ટી.યાર્ડ પાસે સર્જાયો હતો. GJ12-BV-6357ના ટ્રેલર ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી GJ-12-AF-3158 બાઈકને પાછળથી ઠોકરે લીધી હતી. જેમાં બાઇક ચાલક તથા બાઇક સવાર બંને રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં બાઈક સવાર મોહમદ તાજને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેને સારવાર અર્થે અદાણી હોસ્પિટલ ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે હતભાગીને મૃત ઘોષિત કર્યો હતો. મુંદ્રા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.