ભુજમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન કચ્છ મિત્ર સર્કલ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ખુશ્બુ ટી હાઉસ લાલ ટેકરી પાસે એક કાળા કલરનું પેન્ટ તથા આસમાની કલરનું સફેદ લીટીવાળું શર્ટ પહેરેલ શખ્સ ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડે છે. બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી બાતમી હકીકત વાળા શખ્સ અસલમ નુરમામદ સબદિયા તેમજ તેના સાહેદાર મોહમદ અબ્દુલ કુરેશી ને ઝડપી પાડ્યા હતા .પોલીસે આરોપી અસલમ પાસેથી રોકડા રૂપિયા 1200 તેમજ આરોપી મોહમદ પાસેથી રોકડા રૂપિયા 800 મળી કુલ 2000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- અસલમ નુરમામદ સબદિયા ઉ.વ.27 રહે. રોયલ ટાઉનશીપ નાગોર
- મોહમદ અબ્દુલ કુરેશી ઉ.વ.31 રહે. મેન્ટલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ