ગાંધીધામમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ
ગાંધીધામ એલ.સી.બી.ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ગાંધીધામ બેંકિંગ સર્કલ વિસ્તાર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો રાજેશ માંગવાણી તેમજ ગુરુકુળ ગાંધીધામમાં રહેતો દિપક મોતિયાણી હાલમાં ચાલી રહેલ બાંગલાદેશ V/S ઈંગ્લેન્ડની ટી-20 ક્રિકેટ મેચ પર મોબાઈલ દ્વારા બેંકિંગ સર્કલમાં આવેલ એ.આઈ.ના શોરૂમ પાસે ક્રિકેટનો સટ્ટો રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી દીપકભાઈ વિજયકુમાર મોતિયાણીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન કી.રૂ.40,000 તેમજ રોકડા રૂ.13,000 મળી કુલ કિ.રૂ.53,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી તથા તેના સાહેદાર રાજેશભાઈ તીર્થદાસ મંગવાણી જે દરોડા દરમિયાન હાજર મળી ન આવી મોબાઈલ દ્વ્રારા ઓનલાઈન સટ્ટો રમતો હોઈ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.