વડાલા-લુણી હાઇવે રોડ પર એક્ટિવા સ્લીપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું

વડાલા-લુણી હાઇવે રોડ પર એક્ટિવા સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ અંગે મુન્દ્રા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રીંકુબેન કૃષ્ણા પાલે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના પતિ પી.સી.બી.એલ. કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં હતા. તા.8-3ના તેમના પતિ કૃષ્ણપાલ પોતાની માલિકીની GJ-12-BM-2052 એક્ટિવા દ્વારા કંપનીથી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વડાલા-લુણી હાઇવે રોડ પર તેમની એક્ટિવા સ્લીપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે મુન્દ્રા ગીતા હોસ્પિટલ ખસેડાયા હતા.ત્યાથી વધુ સારવાર અર્થે ભુજ કે.કે.પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હતભાગીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.