ગાંધીધામમાં ઝગડામાં મિત્રને છોડાવવા પડેલ યુવક પર હુમલો
આ અંગે આંબેડકર ફળિયું જૂની સુંદરપુરી ગાંધીધામમા રહેતા નવીનભાઈ કાનજીભાઈ ભટ્ટીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું હતું કે, તા.8-3ના તેઓ પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રે પોણા એકાદ વાગ્યાના અરસામાં તેમના મિત્ર જિગર રાયસી માતંગે ફોન દ્વારા જણાવેલ કે, ગણેશ નગરથી પાંચેક માણસો આવી મારી સાથે ઝગડો કરે છે. જેથી ફરિયાદી આંબેડકર ફળિયું શક્તિ નગર મેઈન રોડ પર પહોચ્યા ત્યારે અમુક શખ્સો જીગર સાથે ઝગડો કરી રહ્યા હતા. જેથી ફરિયાદી છોડાવવા વચ્ચે પડતાં આરોપી મોહન માતંગે તેના હાથમાં પકડેલ ધારિયું ફરિયાદીને ડાબા હાથની હથેળીમાં મારેલ અને ભાવુ ઉર્ફે ભાવેશ રોશિયાએ હાથમાં પકડેલ ગુપ્તી પડખામાં તો નીતિન સિજુએ એમ પાંચેય શખ્સોએ ફરિયાદીને ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ અન્ય બે શખ્સોએ જિગરને માર મારતા રાડારાડી થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં આ લોકો ત્યાથી નાસી ગયા હતા. ફરિયાદીને લોહી નીકળતા તે બેહોશ થઈ જતાં તેમને સારવાર અર્થે જિગ્નેશ મહેતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે સ્ટ્રાલિંગ હોસ્પિટલ ત્યાથી વધુ સારવાર અર્થે કોસ્મો પ્લાસ્ટ હોસ્પિટલ ગાંધીધામ ત્યાથી આદિપુર મધ્યે ડિવાઇન લાઈફ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. આ ઘટનામાં ફરિયાદીના હાથનું ઓપરેશન અને પેટના ભાગે 2 ટાંકા આવ્યા જેવી ઈજાઓ પહોચી હતી.પોલીસે આ અંગે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.