કુકમામાં શ્રમિકને માર મારી અશ્લીલ વિડીયો બનાવી ધમકી આપી…

આ અંગે ફરિયાદી શીમ્બુ મનારામ સેની (માલી)એ પધ્ધર પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્ર પ્રજાપતિ, રાહુલ રાજપુત, વિકાસ અને રીન્કુ ધર્મેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.રાજકોટમાં કલરકામ કરતા ફરિયાદી યુવાન ધુળેટીના તહેવાર મનાવવા કુકમામાં તેમના મિત્રના ઘરે આવ્યા હતા. આ દરમ્યાન તા.8/3ના આરોપીઓએ ફરિયાદીને મકાનમાં લઈ જઈને નિવસ્ત્ર કરી લાકડીથી માર મારવાનો વીડિયો બનાવી આ અંગે કોઈને જણાવ્યુ તો મારી નાખવાની ધમકી આપી હતી. ભોગબનનાર યુવાન વર્ષ 2010માં આરોપી ધર્મેન્દ્ર પ્રજાપતી સાથે એક ઘરમાં રહેતા હતા. દરમ્યાન ફરિયાદી આરોપીની  પત્નીને ખરાબ નજરથી જોતા હોવાના શકવહેમના મનદુ:ખ રાખી આ કુત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. માર માર્યા બાદ આરોપીઓને આ યુવાનને બસમાં બેસાડીને અહીં ફરી ન આવવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપીએ ફરિયાદી યુવાન જે મિત્રના ઘરે રોકાયા હતા તે મિત્રની પુત્રીનો પણ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં આ શ્રમિક યુવાન ખરાબ માંગણી કરેલ હોવાનુ વિડીયોમાં યુવતી પાસે બોલાવવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.