સામખિયાળી ચેક પોસ્ટે ચેકિંગ દરમિયાન ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો.         

2cfefc38-79a2-44f7-8a17-8a516537cce0

 કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ચેકપોસ્ટ પાસે સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી. એ દરમિયાન શિકારપુર તરફથી આવેલા બાઈક ચાલકને રોકાવી આરસી બુક માંગતા કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. તપાસ કરતાં તેની પાસે રહેલી ૧પ હજારની ટીવીએસ બાઈકના ચેસીસ નંબર અને એન્જીન નંબર કોઈ ઓજાર વડે ભુસી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાઈક શંકાસ્પદ જણાઈ આવતા કબ્જે કરીને આરોપી જહાંગીર ઉર્ફે ભઈલું રસુલ ત્રાયાની અટક કરવામાં આવી હતી.