જામનગર યાદવનગર વિસ્તાર માંથી ઢોર (ગાય, ભેંસ) ને આપવાના ઇન્જેકશનો પકડી પાડતી જામનગર એસ.ઓ.જી .

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડવા અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદ ને બાતમી હક્કિત મળેલ કે યાદવનગર મેઈન બજારમાં આવેલ જયેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાનના માલીક મયુર ઉકાભાઈ ભાટુ આહિર પોતાની દુકાનમાં ગાય, ભેંસ વધુ દુધ આપે તેવા પ્રતિબંધીત ઈન્જેકશનો રાખી તેનુ ગેરકાયદેસર કોઈ પણ લાઈસન્સ વગર વેચાણ કરતા હોય જેથી સદર જગ્યાએ રેઇડ કરતા પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની બોટલો (ઇન્જેકશનો) નંગ-૩૧૮ કુલ રૂ.૧૨,૭૨૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી આસી. સબ ઈન્સપેકટર ચંન્દ્રસિંહ જાડેજા એ સીટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રાણી(ઢોર) કુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ-૧૧(૧)(સી) મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામા આવેલ છે.