માંડવીના રહેણાંક મકાનમાથી ગાંજાનો જથ્થો ઝડપાયો

copy image

ભુજ એસ.ઓ.જી.ને સંયુક્ત રીતે સચોટ બાતમી મળી હતી કે, માંડવી બીચ રોડ પર ગાયત્રી મંદિર પાસે રહેતો નિરંજન પ્રેમજી જોષી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી નિરંજન પ્રેમજી જોષીને ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતા કબાટના ખાના માથી 939 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીને આ ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો આશરે આઠેક દિવસ અગાઉ મુંદરા તાલુકાનાં લુણી ગામે રહેતી મહિલા પાસેથી ખરીધ્યું હોવાનું જણાવ્યુ હતું. જે દરોડા દરમિયાન હાજર મળી આવી ન હતી. પોલીસે આરોપી પાસેથી રૂ.9390નો ગાંજો, એક મોબાઈલ ફોન કી.રૂ.5,000 મળી કુલ કિ.રૂ.14,390નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.