ભુજમાં મિત્રો વચ્ચે થયેલ બોલાચાલીમાં એક મિત્ર પર છરી વડે હુમલો…

આ અંગે અલ્તાફ ઈસ્માઈલ સમાએ ભુજ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.10-3ના સાંજના સમયે પોતાના મિત્ર સુલેમાન ગફુર સામા, હનીફ સાધક, સમીર હુશેન તથા હમીદ મુસ્તાક મેમણ સાથે ડોલર હોટલ સામે બેઠા હતા. તે સમય તેમની તેમના મિત્રો સાથે મસ્તીમાં બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઘરે ગયા પછી રાત્રિના સમયે સાંજના થયેલ બોલાચાલીનું મનદુખ રાખી સમીર હુશેન જત અને હમીદ મુસ્તાક મેમણ ફરિયાદીના ઘરે આવી કહેવા લાગ્યા કે મારી સાથે શું કામ મજાક મસ્તી કરે છે. તે દરમિયાન સમીર હુશેને પોતાના પાસે રહેલ છરી ફરિયાદીને માથાના ભાગે મારી તો હમીદ મુસ્તાક મેમણે પાઈપ વડે શરીરે મૂઢ ઇજાઓ પહોચાડી હતી. આ દરમિયાન રાડારાડી થતાં ફળિયાના લોકો એકત્ર થઈ જતાં આરોપીઓ એક્ટિવા લઈને નાસી ગયા હતા અને જતાં જતાં ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે પણ હવે મને જો દેખાઈશ તો તને જાનથી મારી નાખીશું. ફરિયાદીને ઇજાઓ પહોચતા જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે માથાના ભાગે 12 ટાંકા તેમજ મૂઢ ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.