નાની ભુજપરમાં ગંજીપાના વડે જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા

મુન્દ્રા પોલીસ પ્રોહિબિશન તથા જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન નાની ભુજપર મધ્યે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નાની ભુજપર ગામે શંકર ભગવાનના મંદિરની પાસે આવેલ જૂના ફળિયામાં ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 5 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 4230 જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. જુણસ અલીમામદ કુંભાર ઉ.વ.56 રહે, મોટી ભુજપર
  2. રાયશી દેવા થારુ ઉ.વ.60 રહે. નાની ભુજપર
  3. પુનશી રામભાઇ બારોટ ઉ.વ.61 રહે, નાની ભુજપર
  4. દેવરાજ સવરાજભાઈ ટાપરીયા ઉ.વ.55 રહે, મોટી ભુજપર
  5. કરશન ગોવિંદભાઈ થારુ ઉ.વ.45 રહે, નાની ભુજપર