પ્રોહીબિશનનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

ભુજ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ભુજ સેવન સ્કાય હોટલ પાસે આવતા સુરેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ ઝાલા પોતાના કબજાની બ્લ્યુ કલરની સ્વીફ્ટ કારમાં કોડકી થી ભુજ તરફ આવતા ત્રણ રસ્તા પાસે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લઈને આવનાર છે અને પોતાના સાહેદાર હિરેનગર ઉર્ફે બાટલી ગુસાઈને આ દારૂનો જથ્થો સગેવગે કરવા અર્થે કોડકી ગામના ત્રણ રસ્તા પાસે બોલાવેલ છે. પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરવા બાતમીવાળા સ્થળ પર પહોચતા બાતમી હકીકત વાળી કાર તથા એક એક્ટિવા જોવા મળ્યા હતા. પોલીસને જોઈને આરોપી ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા તથા હિરેનગર ઉર્ફે બાટલી રમેશગર ગૂસાઈ નાસવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમનો પીછો કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીના કબજાની કારની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 750 એમ.એલ.ની 264 નંગ કાંચની બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 264 બોટલ કિ.રૂ. 1,17,360 તથા દારૂના જથ્થાના હેરફેરમાં ઉપયોગમાં લેવામાં આવેલ કાર કિ.રૂ.400000 તથા GJ-12-ED-4530 એક્ટિવા કિ.રૂ.25,000 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ. 10,500 મળી કુલ કિ.રૂ. 5,52,860નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ;

  1. ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા ઉ.વ. 28 રહે. પ્લોટ નં. 457 જુની રાવલવાડી વ્યામશાળા રોડ ભુજ
  2. હિરનગર ઉર્ફે બાટલી રમેશગર ગુસાઈ ઉ.વ.31 રહે. ગણેશનગર ચોકની બાજુમાં જેષ્ઠાનગર ભુજ