સામખિયાળી નજીક પદયાત્રી સંઘનાં વાહન અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર નખત્રાણા નિષ્કલંક ધામથી 250 પદયાત્રીનો સંઘ પગપાળા અમદાવાદથી પીરાણા તીર્થધામ તરફ જઈ રહ્યો હતો.પદયાત્રીઓ માટે ખાવા પીવાના સામાન માટે બે ટ્રેકટર અને પાણી માટે એક ટ્રક સહિતના વાહનો સાથે રાખવામા આવ્યા હતા. આ દરમિયાન સામખિયાળી આશાપુરા હોટેલ પાસે સંઘના લોકો પાણી પીવા માટે રોકાયા હતા તે સમયે  સામખિયાળી તરફથી આવતા GJ-12-BV-8504 નંબરના ટ્રેલરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે ચલાવી GJ-12.V-2949 નંબરની ટ્રેકટરની ટ્રોલીને ઠોકરે લીધી હતી. આ ઘટનામાં ટ્રોલીમાં સવાર સાવન શૈલેષભાઈ પોકાર અને મોનીક તુલશીદાસ પોકારને ફેકચર સહિતની ઈજાઓ થઈ  હતી જયારે ફરિયાદી યોગેશ ભવનલાલ પોકારને પણ ઈજાઓ પહોંચી હતી. ટ્રેકટરની ટ્રોલીમાં પણ નુકસાન પહોચ્યું હતું. ઈજા પામેલા બંને યુવાનેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાકડીયા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.