મુન્દ્રા અદાણી પોર્ટ માર્ગ પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજયું

મુંદરા પોલીસ મથકે મુંદરામાં રહેતા શિવુભા માનસંગજી મોડે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, સવારે નવ વાગ્યાના અરસામાં લઠેડી રહેતા તેમના ભાઇ રણમલજી મોડ બાઇક નં. જી.જે. 12 ડી.સી. 8945 દ્વારા નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન મુંદરાના અદાણી પોર્ટ માર્ગ પર હિન્દ સર્કલ પાસે  પહોચ્યા તે સમયે GJ-. 12 AU-9730વાળાના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ટ્રેઇલર ચલાવી બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હતભાગી રણમલજીને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયુ હતું. મુંદરા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.