નખત્રાણામાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા: 2 ફરાર

નખત્રાણા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બેનાકા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોલીવાસમાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જોકે 2 આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1010 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ;

  1. શૈલેશભાઈ બાબુલાલ કોલી ઉ.વ.23 રહે. કોલીવાસ
  2. હિમત વિજયભાઈ કોલી ઉ.વ.19 રહે. કોલીવાસ
  3. દાઉદ કાસમ કોલી ઉ.વ.34 રહે. સુખપર

ફરાર આરોપીઓ;

  1. વિનોદ કોલી રહે. કોલીવાસ
  2. અભુડો હુસેન થૈમ તહે. સુરલભીટ