ગાંધીધામમાં ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની કેદની સજા

ગાંધીધામ  શહેરમાં ચાર વર્ષ અગાઉના ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની સાદી કેદનો આદેશ આપવામાં આવ્યો હતો. ચાર વર્ષ અગાઉના આ પ્રકરણમાં ફરિયાદી જયેન્દ્રસિંહ જીલુભા જાડેજાએ મિત્રતાના ધોરણે અરવિંદ અખા રાજપૂતને હાથઉછીના રૂા. ત્રણ લાખ આપ્યા હતા, જે પેટે આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો, જે બેંકમાં નાખતાં ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ કેસ કર્યો હતો, જેમાં ન્યાયાધીશ એસ. બી. શાહે આધાર-પુરાવા ચકાસી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે અરવિંદ રાજપૂતને તક્સીરવાન ઠેરવ્યો હતો અને તેને એક વર્ષની કેદ તથા ફરિયાદીને વળતર પેટે ચેકની રકમની દોઢગણી રકમ રૂા. 4,50,000 એક માસમાં ચૂકવી આપવા અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ ચાર માસની કેદનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી ડી. જે. જોબનપુત્રા, સતીશ ચૌધરી હાજર રહ્યા હતા