ગઢશીશા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર નકલી તબીબને ઝડપ્યો
ગઢશીશા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું વર્તન કરતાં અને ગેરકાયદેસર એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોની દવા કરતાં સતવીરસિંહ ઉદયરામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 610 તથા મોબાઈલ ફોન કિ.રૂ.5000 તેમજ દવાઓ અને સાધનો કિ.રૂ.7761 મળી કુલ.કિ.રૂ.13,371નો મુદ્દામાલ કબ્જે કરી નકલી ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- સતવીરસિંહ ઉદયરામ ચૌધરી ઉ.વ.55 રહે. ડોણ જૈન ફળિયું